આમ આદમી પાર્ટી લીમખેડાના નરેશભાઈ બારીયા અને કાર્ય કર્તાઓ દવારા આવેદન
રમેશ પટેલ
લીમખેડા આપ અને ગુજરાત રાજ્ય સચિવ ,પ્રદેશ પ્રવકતા જયેશભાઇ સંગાડા તથા 100 જેટલા કાર્યકરોની ઉપસ્થિતિમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર શ્રીને વિવિધ મુદ્દાઓ જેવાકે નરેગા યોજના હેઠળ થતો ભ્રષ્ટાચાર દૂર કરવા નાનામાં નાના કામો માટે લેવાતી ટકાવરી પ્રથા નાબૂદ કરવા , લાભાર્થીઓ ને વ્યવસ્થિત રીતે વગર પૈસે લાભ મળવો જોઈએ, જુના થયેલ કામોમાં થયેલી ગેરરીતિ ની ન્યાયિક તપાસ કરવામાં આવે
સિંગવડ બજારમાં જાહેર શૌચાલય તથા બસ સ્ટેન્ડની માંગણી, બાબતે રજુઆત કરી આપ રાજ્ય સચિવ જયેશભાઇ સંગાડા એ જણાવ્યું કે આ તમામ રજૂઆતો બાબતે 10 દિવસમાં ધ્યાન આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે એક દિવસીય પ્રતીક ઉપવાસ પછી અનિશ્ચિત કાલીન આંદોલન થશે



