‘રાષ્ટ્રીય યુવા દીન’ ની ઉજવણી અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાવામા આવી હતી.
કેતન ભટ્ટ
આજ રોજ પુંસરી પ્રાથમિક શાળા તા:જિ: દાહોદમાં ૧૬૦મી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પ્રસંગે ‘રાષ્ટ્રીય યુવા દીન’ ની ઉજવણી અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાવામા આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,વાર્તા કથન સ્પર્ધા,એક પાત્રિય અભિનય સ્પર્ધા,અર્થ વિસ્તાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
‘સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પ્રસંગે’ શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શનમાં અને શિક્ષકો દ્વારા સ્વામી વિવેકાનંદ ના જીવનના શ્રેષ્ઠ વિચારો અને પ્રસંગો પર પ્રાસંગિક પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમના અંતે ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ તરીકે ભેટ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળી ના નેતૃત્વમાં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.