નવાફળિયા નાકાવાળા ખેતરના સેડા ઉપરથી મૃત હાલતમાં લાશ મળી.

પ્ર્તિનિધિ ગરબાડા

નવાફળિયા નાકાવાળા ખેતરના સેડા ઉપરથી પ્રેમચંદભાઈ નેવાભાઈ મોણીયાની મૃત હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો

તારીખ 19 જાન્યુઆરી

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નવા ફળિયા ખાતે રહેતા 60 વર્ષિય પ્રેમચંદભાઈ નેમાભાઈ મોહણીયા ગત તારીખ 18 જાન્યુઆરીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સમયે ઘરેથી પોતાના નાકાવાળા ખેતરમાં ઘઉંની દેખરેખ માટે ગયા હતા અને સાંજ સુધી તેઓ ઘરે જ પરત ન ફરતા તેઓના પરિવારના લોકો દ્વારા તેમની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી તેઓની શોધ કરતા પ્રેમચંદભાઈ નેમાભાઈ મોહનિયા મૃત હાલતમાં તેઓના ખેતર ના સેડા ઉપર બોરના ઝાડની નીચે મળી આવતા કૈલાશભાઈ પ્રેમચંદભાઈ મોણીયા દ્વારા ગરબાડા પોલીસ મથકે જાણ કરી હતી પોલીસ દ્વારા મૃતદેહને કબજે કરી પોસ્ટમટન અર્થે નવા ફળિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!