દાહોદ શહેરમાં લઘુમતિ કોમના બે ટોળામાં હિંસક મારામારી : મારક હથિયારો ઉઠળતા ચાર ગંભીર

દાહોદ તા.૦૩
દાહોદ શહેરના અંજુમન હોÂસ્પટલના રસ્તા ખાતે ગતરોજ રાત્રીના સમયે એક્ટીવા ગાડી હટાવવાની મુદ્દે થયેલ બોલાચાલીની અદાવતા રાખી આઠ જેટલા ઈસમોના ટોળાએ પોતાની સાથે ચપ્પુ, તલવાર,લાકડી જેવા મારક હથિયારો સાથે ઘસી આવી ચાર યુવકોને પેટના ભાગે,છાતીના ભાગે, હાથના ભાગે ચપ્પુના તથા તલવારના જીવલેણ ઘા છીંક્યા હતા. જીવલેણ ઘાના પગલે ચારેય યુવકો લોહીલુહાણ હાલતમાં ગંભીર બન્યા હતા જેઓને દાહોદની ખાનગી હોÂસ્પટલમાં સારવાર અપાયા બાદ ચાર પૈકી કેટલાકને વધુ સારવાર અર્થે વડોદરા મુકામે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મધ્ય રાત્રીના સમયે બનેલી આ ઘટનાને પગલે દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. લઘુમતી કોમના પક્ષો વચ્ચે હિંસક મારા મારીના બનાવના પગલે પોલીસ તંત્ર પણ દોડતુ થઈ ગયુ હતુ અને જરૂરી સ્થળોએ નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર તેમજ હોÂસ્પટલ ખાતે લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્રીત થયા હતા.
દાહોદ શહેરમાં કસ્બા વિસ્તારમાં હુસૈની હોલ સામે રહેતા યુસુફખાન મેહમુદખાન મોલવી(પઠાણ) દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.૦૨.૧૨.૨૦૧૯ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યા સમયે દાહોદ શહેરના અંજુમન હોÂસ્પટલ સામે ફુડ ડીલેસીયસ હોટલ પાસે યુસુફખાનના ભત્રીજા રૂસાનખાન તથા આફતાબખાન સાથે એક્ટીવા હટાવવા બાબતે બોલાચાલીની અદાવત રાખી દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તાર ખાતે રહેતા સોકતભાઈ ફખરૂભાઈ સૈયદ, ઈમ્તીયાજ ઉર્ફે ઈનીયો ફખરૂભાઈ સૈયદ, ઈસ્તીયાક સોકતઅલી સૈયદ, નવાજીસ આરિફ સૈયદ, મુખ્તીયાર ફખરૂ સૈયદ, સલમાન સબ્જીફરોજ, અવેસ સોકત સૈયદ,આફતાબઅલી મુખ્તીયારઅલી સૈયદ નાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી એકસંપ થઈ ગુન્હાહીત કાવતરૂ રચી પોતાની સાથે તલવાર, ચપ્પુ, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે યુસુફખાનની હોટલ તરફ ઘસી આવ્યા હતા. આ જાતા યુસુફખાને ઈસ્તીયાકને કહેલ કે, તુ આટલા બધા માણસો લઈ સમાધાન કરવા આવેલ છે કે, ઝઘડો કરવા, તેમ કહેતા બેફામ ગાળો બોલી, એઝાઝખાનને સોકતભાઈએ ડાબી બાજુ પેટના ભાગે ચપ્પુ મારી દીધુ હતુ. નવાજીસભાઈ પોતાના હાથમાની તલવાર જાવેદભાઈને મારવા જતાં જાવેદભાઈ સ્વબચાવમાં તલવાર પકડવા જતાં તેમને હાથે પંજાના ભાગે તલવાર વાગતા લોહી લુહાણ થઈ ગયા હતા. ઈમ્તીયાજ ઉર્ફે ઈનીયાએ જાવેદભાઈને માથામાં,હાથના ભાગે તથા બાવળાના ભાગે તલવાર ઝીંકી હતી ત્યારે બીજી તરફ ઈસ્તીયાકભાઈએ આકિબને ડાબી છાતીની નીચેના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા તથા મુખ્તીયારે વાસીફખાનને ડાબી બાજુ છાતીના ભાગે ચપ્પુ મારી તેમજ અવેસ તથા આફતાબઅલીને ગડદાપાટ્ટુનો માર મારી ધિંગાણુ મચાવતાં સમગ્ર દાહોદ શહેરમાં રાત્રીના સમયે ખળભાળટ મચી જવા પામ્યો હતો.
ઘટનાને પગલે દાહોદ શહેર પોલીસ સ્થળ પર દોડતી થઈ હતી. ગંભીર ઈજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં દાહોદની ખાનગી હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોÂસ્પટલ તથા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા સ્થળો પર નાકાબંધી જેવી કામગીરી પણ કરી દેવામાં આવી હતી.
—————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: