ઇજનેરી કારકિર્દી આયોજન અને એસ.એસ.આઈ.પી. ૨.૦ ના માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયું.
સિંધુ ઉદય
દાહોદ, તા. ૧૯ : લીટલ ફ્લાવર સ્કુલ, દાહોદ ખાતે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંગે વ્યાખ્યાન યોજવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના એસ.એસ.આઇ.પી. ૨.૦ ટીમનાતજજ્ઞો દ્વારા સાંપ્રત સમયની અવનવી કારકિર્દી તેમજ તેના માટે જરૂરી ઉચ્ચ અભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ (એસ.એસ.આઇ.પી.) અંતર્ગત શાળા ના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઈડિયા ને સંવર્ધિત કરવા જરૂરી વિવિધ નાણાકીય, માળખાકીય તેમજ મેન્ટરશીપ સુવિધાઓ અંગેની જાણકારી પણ આપવામાં આવી. આ કાર્યક્રમ માં ધોરણ ૯ અને ૧૧ ના ૧૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકો એ પણ રસ દાખવી હાજરી આપેલ.