સંજેલી ખાતેના નિવૃત શિક્ષક ચંદુભાઈ પ્રજાપતિ લિખિત પુસ્તક પૂજ્ય મોરારીબાપુને ભેટ આપ્યુ
રિપોટર – ફરહાન પટેલ સંજેલી-
સંજેલી ખાતેના નિવૃત શિક્ષક ચંદુભાઈ પ્રજાપતિ લિખિત પુસ્તક પૂજ્ય મોરારીબાપુને ભેટ આપ્યુ
સંજેલી ખાતેના વતની નિવૃત શિક્ષક કવિ શ્રી ચંદુભાઈ પ્રજાપતિએ શહેર ખાતે યોજાયેલા ચિત્રકૂટ એવોર્ડ સન્માન સમારોહમાં હાજરી આપી હતી તે વેળાએ ચંદુભાઈ પ્રજાપતિ (અચરજ) લિખિત સેવકના શબ્દસુમન પુસ્તક પૂજ્ય શ્રી મોરારી બાપુને મળી આશીર્વાદ પ્રાપ્ત કરી પુસ્તક સપ્રેમ ભેટ અર્પણ કર્યું હતું જેમાં કવિ શ્રી પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી, પરિવારમાં પણ ખુશીના અરમાનો જોવા મળ્યા હતા ચંદુભાઈ પ્રજાપતિએ થોડા વર્ષો પહેલા પુસ્તક લખ્યું હતું હતું અને ગ્રામજનોની હાજરીમાં પુસ્તક વિમોચન કરવામા આવ્યું હતું ત્યારે તેઓને પૂજ્ય મોરારી બાપુ સાથે મળવાનો રૂઢો અવસર પ્રાપ્ત થયો અને સ્વંય લિખિત પુસ્તક ભેટ આપ્યું હતુ