કલેક્ટર કચેરી દાહોદ ખાતે કરાર આધારિત કાયદા અધિકારીનું નિમણૂંક માટે અરજીઓ મંગાવવામાં આવી
દાહોદ, તા. ૩ : કલેક્ટર કચેરી, દાહોદ ખાતે ૧૧ – અગિયાર માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા અધિકારીની એક જગ્યા માટે નિમણુંક કરવાની છે. આ અંગેની અરજીઓ લાયકાત-અનુભવ ધરાવતા ઉમેદવારશ્રીઓ પાસેથી તા. ૩૧-૧૨-૨૦૧૯ સુધીમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ઝાલોદ રોડ, છાપરી ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા મંગાવવામાં આવે છે. અરજીમાં ઉમેદવારનું નામ, રહેઠાણનું સ્થળ- કાયમી કે હંગામી, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પૂરાવા અરજી સાથે સામેલ કરવા. અધૂરી વિગતવાળી અને નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. અરજદારની ઉંમર ૪૦ –ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજદાર કેન્દ્ર અથવા રાજય સરકારશ્રીના કાયદા માન્ય યુનિવર્સિટી, સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. માન્ય ડીમ્ડ યુનિવર્સિટી, કાયદાની સ્પેશીયલ ડિગ્રી અથવા હાયર સેકન્ડરી બાદ પ વર્ષનો કાયદાને માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ પાસ કરેલા હોવા અંગેની ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકટ-૧૯૫૬ ની કલમ ૩ દ્વારા સ્થપાયેલા યુનિવર્સિટી દ્વારા મેળવેલ કાયદાની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ ઉપરાંત ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામન્ય) નિયમો – ૧૯૭૬ અંતર્ગત કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પયાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એર્ટની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા હાઇકોર્ટના એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઇએ. સ્થાનિક સ્વરાજયની સંસ્થા અથવા સરકાર હસ્તકના બાર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઇએ. જો કે વકીલ તરીકે સંબધિત અદાલતમાં કરવામાં આવેલી કામગીરીનો સમયગાળો, હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા પ્રમાણિત કરાવવાનું રહેશે અથવા ઉમેદવારની વકીલ તરીકેની કામગીરી હાઇકોર્ટની તાબાની કોર્ટની હોય તો આવો અનુભવનો સમયગાળો ઉચ્ચ ન્યાયિક અધિકારીશ્રી (પ્રિન્સિપાલ જ્યુડીશીયલ ઓફીસર) દ્વારા પ્રમાણિત કરાવાનો રહેશે અથવા સંબધિત જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અથવા સંબંધિત સીટીના સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા પ્રમાણિત કરવાનો રહેશે કે જયાં ઉમેદવારે વકીલ તરીકે કામગીરી કરેલી હોય.
ઉમેદવાર ગુજરાતી ભાષામાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઇએ.
ઉમેદવારે વકીલ તરીકેની પ્રેકટીશ હાઇકોર્ટમાં કરેલી હોય તો તે કિસ્સામાં રજીસ્ટ્રારશ્રી હાઇકોર્ટનું પ્રમાણપત્ર, હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં વકીલ તરીકેની પ્રેકટીશ કરેલી હોય તો ઉચ્ચ ન્યાયિક અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અથવા શહેર સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે કે જેમાં ઉમેદવારે વકીલ તરીકેની કામગીરી કરી હોય.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીમાં ઉમેદવારે કામગીરી કરેલી હોય તો કચેરીના વડાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
પગાર માસિક રૂ. ૪૦૦૦૦ અંકે રૂપિયા ચાલીસ હજાર પૂરા ફીકસ રહેશે.
આ સિવાયની અન્ય બોલીઓ, શરતો બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો અત્રેની કચેરીના નોટીશ બોર્ડ અથવા કાયદા શાખા, કલેક્ટર કચેરી, દાહોદ ખાતેથી કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં જોઇ શકાશે તેમ દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.