દાહોદ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલકુમારી વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
દાહોદ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલકુમારી વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
દાહોદ જિલ્લા પંચાયતના ઠક્કરબાપા સભાખંડમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયત પ્રમુખ શીતલકુમારીનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી , ધારાસભ્યો, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનો , વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક માં ૧૫ માં નાણાંપંચના કામો કેટલા થયા છે ,કેટલા પ્રગતિમાં તે અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા એ ૧૫ માં નાણાંપંચના કામો સત્વરે પૂર્ણ થાય અને કામોની ગુણવત્તા યોગ્ય રીતે થાય તે અંગે અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. આ સભામાં નવા વિધાનસભા ચૂંટાયેલા ધારાસભ્યોનુ પુષ્પગુચ્છ – શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. સામાન્ય સભા પછી અપીલ સમિતિની બેઠક પણ યોજવામાં આવી.જેમાં સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા.