વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના સંયોજક દ્વારા જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના સંયોજક દ્વારા જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ બાળકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા વધારવા બાળકોને સાથે લઈ હનુમાન ચાલીશાના પાઠ કરાયા મહારાણા પ્રતાપ વિશે પણ બાળકોને સમજણ આપવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દાહોદ જિલ્લાના મઠ મંદિર સંયોજક પ્રવિણ કલાલ દ્વારા પોતાનો જન્મ દિવસ અલગ રીતે ઉજવવામાં આવ્યો હતો. લીમડી નવાબજારમાં હનુમાનજી મંદિર ખાતે ગામના બાળકો નવયુવાનો સાથે હનુમાન ચાલીસા પાઠ અને મહારાણા પ્રતાપનીજી નાં જીવન વિશે જાણકારી આપવામાં આવી આજની હિન્દુ પેઢી જે પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે એમને પ્રેરણા લાયક કિસ્સો હતો. અને આમાંથી બીજા લોકો પ્રેરાઈને હિન્દુ ધર્મનો વિસ્તાર કરે તેવો વિશેષ આશય હતો જેથી ભાવિ પેઢીને પોતાના ધર્મ વિશે પૂરતું અધ્યયન રહે તેવો સ્પષ્ટ આશય જોવા મળ્યો હતો. આમ બજરંગ દળના સંયોજક દ્વારા પોતાનો જન્મ દિવસની અનોખી રીતે ઉજવ્યો હતો.