કપડવંજમાં પત્ની દ્વારા પતિની હત્યાના કેસમાં પત્નીને આજીવન કેદની સજા
નરેશ ગનવાણી – બ્યરોચીફ – નડિયાદ
કપડવંજમાં પત્ની દ્વારા પતિની હત્યાના કેસમાં પત્નીને આજીવન કેદની સજા
કપડવંજમાં પતિ ગમતો ન હોઈ. પણ છુટાછેડા પણ થઈ શકતા ન હોઈ, ૨૨ વર્ષની પત્નિએ ઘડી ફરવા જવાનું બહાનું કાઢી ખેતરમાં લઈ જઈ જેકથી ૨૬થી વધુ ઉપરાછાપરી ઘા કરી પતિની હત્યા કરી નાંખવાના બનાવમાં આજરોજ કપડવંજ ની સેશન્સ અદાલત દ્વારા પત્નીને આજીવન કેદની સજા ફટકારી છે કપડવંજની સેશન્સ અદાલત દ્વારા પત્નીને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો મોટી ચુકાદો આપ્યો છે. કપડવંજ રત્નાકરના ખેંગારભાઈ ભરવાડને તા..૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પતિને કમુએ ફાગવેલ દર્શન કરવા જવાનું કહી એક ભોપાભાઈ ભરવાડના ઘરમાંથી છુપી રીતે લોખંડનો જંક પોતાના થેલામાં મુકી દીધો હતો. પતિ પત્નિ બાઈક પર સીલોડથી નર્મદા મોટી કેનાલ થઈ લસુન્દ્રા થઈ ફાગવેલ દર્શન કરી બાઈક પર પરત આવતા હતા. દરમિયાન પત્નિ કમુએ બામણીયા લાટ સીમમાં તુલસીભાઈ પુજાભાઈ પટેલના વરીયાળીના ખેતરમાં બેસી વેફરનો નાસ્તો કરીએ તેમ કહી ખેતરમાં રોકાયા હતા. બાદમાં કમુએ પતિને શરીરસુખ માણવાનું કહી આજુબાજુના ખેતરોમાં કોઈ માણસો જુવે છે કે કેમ તેમ કહી થેલો લઈ ઉભી થઈ હતી. અને બેઠેલ પતિથી છુટકારો મેળવવા ઉપરાછાપરી ઘા કરી ક્રુર હત્યા કરી નાંખી હતી.પુરાવાનો પણ નાશ કર્યો હતો. આ કેસ કપડવંજ સેશન્સ અદાલતના જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેશ આર.પટેલની દલીલો. પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપી કમુને આજીવન કેદની સજા. ૧૧ હજારનો દંડ, અને એક લાખ ખેંગારભાઈના માતાને વિકટીમ કમ્પનસેશન ચુકવી આપવા હુકમ કર્યો હતો.