ઠાસરામાં મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવીજતાં અકસ્માત, એકનું મોત
નરેશ ગનવાણી – બ્યરોચીફ – નડિયાદ
ઠાસરામાં મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવીજતાં અકસ્માત, એકનું મોત
ઠાસરાના અંબાવ પાસે આખ્યાન સાંભળવામોટરસાયકલ પર જતાં આ બંન્ને યુવાનોને અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ઈજા પહોંચી છે. મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવતાં મોટરસાયકલ પર સવાર બંન્ને મિત્રો ફંગોળાયા હતા.ઠાસરા ગોપાલ ફળિયામાં રહેતા૩૪ વર્ષીય વિનોદભાઈ કાંતિભાઈપરમાર પોતાના મિત્ર રામસિંગ બાલસિગ વસાવા સાથે નજીક આવેલા અંબાવ ગામે આખ્યાન સાંભળવા રાત્રે પોતાના ઘરેથી મોટરસાયકલ પર નીકળ્યા હતા. મોટરસાયકલ રામસિંગ વસાવા ચલાવી રહ્યા હતા. બંને મિત્રો મોટરસાયકલ પર અંબાવ ગામ થી પસાર થઈ રહ્યા હતા.ત્યારે રોડ ઉપર પથ્થર મોટરસાયકલના ટાયર નીચે આવી જતાં બંને મિત્રો રોડ ઉપર પટકાતા બંનેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અને ૧૦૮ બોલાવી હતી બંને મિત્રોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં ગંભીર રીતે ઘવાયેલા રામસિંગ વસાવાને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.