દાહોદ તાલુકાના કઠલા ગામે ફોર વ્હીલર ગાડીની અડફેટે મોટરસાઈકલ ચાલકનું મોત
દાહોદ તા.૦૫
દાહોદ તાલુકાના કઠલા ગામે ઈન્દૌર હાઈવે રોડ પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લઈ ટક્કર મારતાં ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના કઠલા ગામે ગામતળ ફળિયામાં રહેતા દામેશભાઈ રામદિનભાઈ ધોબી (શ્રીવાસ) ગત તા.૦૪.૧૨.૨૦૧૯ના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદ તાલુકાના કઠલા ગામેથી ઈન્દૌર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દામેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતાં દામેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ સંબંધે દાહોદ તાલુકાના કઠલા ગામે ગામતળ ફળિયામાં રહેતા પુનમચંદ હમીરભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

