૮૬ પમ્પ ઓપરેટર્સને ગ્રામ્ય પાણી પુરવઠા ઓપરેટરની ૧૦ દિવસની તાલીમ અને ટૂલકીટ અપાયા
૮૬ પમ્પ ઓપરેટર્સને ગ્રામ્ય પાણી પુરવઠા ઓપરેટરની ૧૦ દિવસની તાલીમ અને ટૂલકીટ અપાયા
દાહોદ, તા. ૨૦ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે ગ્રામ્ય પાણી પુરવઠા ઓપરેટરની તાલીમાન્ત પ્રમાણપત્ર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય પાણી પુરવઠા ઓપરેટરની ૧૦ દિવસની તાલીમમાં ૮૬ પમ્પ ઓપરેટર્સને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન પમ્પ-મોટરને લગતી નાની મોટી સમસ્યાઓનો નિકાલ કરવાની સઘન તાલીમ અપાઇ હતી. આજના કાર્યક્રમમાં પમ્પઓપરેટર્સને ટૂલકીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી સહિતના સલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.