સ્માર્ટ સિટીના વિકાસ કામોની સમીક્ષા કરતા સચિવ લોચન સહેરા

દાહોદ નગરને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રકારના વિકાસ કામોની આજે કલેક્ટર કચેરી ખાતે શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી લોચન સહેરાએ સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, સ્માર્ટ સિટી અંતર્ગત લેવામાં આવતા કામોથી લોકોને નગરમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓને ટેક્નોલોજી સાથે સાંકળીને વધુ સરળતાથી પ્રદાન કરી શકાય છે. સ્માર્ટ સિટી એટલે મોસ્ટ લિવેબલ નગર અને ત્યાં વસતા નાગરિકોને અનુકુળ હોય એવી સુવિધા પ્રદાન કરવાનું લક્ષ્ય, તે અનુસાર કેવી રીતે કામ કરી શકાય તે અંગે સચિવશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરશ્રીએ સ્માર્ટ સિટી અંગે વિસ્તૃત પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કર્યું હતું અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગતો જણાવી હતી.
બાદમાં સચિવશ્રી સહેરાએ કલેક્ટર કચેરીમાં હાલમાં કાર્યરત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં થતી કામગીરી નિહાળી હતી. તેમણે સ્માર્ટ પોલ અને આઇસીસીએસની નવી બનનારી બિલ્ડીંગની સાઇટ વિઝીટ પણ કરી હતી.
આ બેઠકમાં આર.એ.સી શ્રી એમ. જે. દવે તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: