દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન
દાહોદ તા.૦૬
અખિલ વિશ્વ ગાયક્ષી પરિવાર દ્વારા દાહોદ જિલ્લા ગાયત્રી પરિવારના સાથ અને સહકારથી તારીખ ૪ ડિસેમ્બર થી તારીખ ૭ ડિસેમ્બર સુધી દાહોદમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સંસ્કાર મહોત્વ તેમજ સત્યાસાહિત્ય પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ જેના ભાગરૂપે આજરોજ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શનમાં થઈ રહેલ મહાયજ્ઞમાં દાહોદ શહેરવાસીઓ પણ લાભ લીધો હતો. તારીખ ૪ ડિસેમ્બરથી ૭ ડિસેમ્બર દરમ્યાન શરૂ થયેલ આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો દાહોદ શહેરના આંબાવાડી, ગોવિંદનગર, મુકામે રાખવામાં આવ્યો હતો જેમાં આજરોજ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ શહેરના ગાયત્રી પરિવારના લોકો મોટી સંખ્યામાં આ મહાયજ્ઞમાં ઉપÂસ્થત રહ્યા હતા. આ સાથે વિશેષ રૂપે સંસ્કાર મહોત્સવ તેમજ સત્યાસાહિત્ય પુસ્તક પ્રદર્શન પણ સ્થળ યોજાયું હતુ.
દાહોદ શહેરમાં દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના લોકો ઉપÂસ્થત રહ્યા હતા.