નડિયાદના બસસ્ટેન્ડમાં પોલીસ બનીને લોકો પર રોફ જમાવતો શખ્સ ઝડપાયો
નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદના બસસ્ટેન્ડમાં પોલીસ બનીને લોકો પર રોફ જમાવતો શખ્સ ઝડપાયો
નડિયાદ બસ સ્ટેન્ડમાંથી પોલીસના સ્વાંગમાં મુસાફરો સાથે રોફ જમાવી વિવિધ બહાને તોડ કરતા નકલી પોલીસને ઝડપી પાડીને તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ બસ સ્ટેન્ડમાં પોલીસ જેવો ખાખી પહેરવેશ પહેરી ફરતો એક ઈસમ મુસાફરો સાથે રોફ જમાવી વિવિધ બહાને પૂછપરછ કરી પોલીસના નામે તોડ કરી રહ્યો છે. જેના પગલે પોલીસ ટીમ તરત બસ સ્ટેન્ડ ખાતે દોડી ગઈ હતી. અને તપાસ કરતા બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પાછળના પોલીસ જેવો ડ્રેસ પહેરી પોલીસનો રોફ જમાવતા પરેશ મનોજ ચૌહાણ રહે. કૈલાશપુરા માંકવા, તા. મહેમદાવાદએ અજાણતાથી થૂંકેલ
અશોકભાઈ લલ્લુભાઈ તળપદા રહે. ખાડ વિસ્તાર, નડિયાદ તેની પાસે થૂંકવા ના દંડ પેટે રૂપિયા ૩૦૦ની માગણી કરતો હતો બંને વચ્ચે જીભાજોડી કરી રહ્યોં હતો જેથી પોલીસે પરેશ ચૌહાણ પાસે પોલીસનું ઓળખપત્ર માગ્યું હતું. જેથી પોલીસ જેવો ડ્રેસ પહેરી મુસાફરો સાથે વિવિધ બહાને પોલીસના નામે રોફ જમાવી તોડ કરતા નકલી પોલીસ પરેશ મનોજ ચૌહાણની નડિયાદ શહેર પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


