ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ગાયત્રી પરિવારના સહયોગથી લબાના સમાજ દ્વારા સામૂહિક યજ્ઞોપવીત સંસ્કારનો કાર્યક્રમ યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
લબાના સમાજના આગેવાનો સાથે પરિવારજનોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો
15 બાળકોને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞોપવીત સંસ્કાર કરાવવામાં આવ્યા
ઝાલોદ તાલુકાના લીમડી નગરના તેમજ આસપાસના સહુ લોકો માટે આસ્થાનું પ્રતિક એવા સાંઈ મંદિર ખાતે લબાના સમાજ દ્વારા ગાયત્રી પરિવારના સહયોગથી સામૂહિક યજ્ઞોપવીત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં છૂટા છવાયા કાર્યો કરવાથી બિન જરૃરી ખર્ચાઓ વધી જાય છે જેથી સહુ સમાજના લોકો એક મંચ પર ભેગા થાય તે રીતે સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું. જેથી દરેક વ્યક્તિનો સમય, પૈસાની બચત થાય તે હેતુથી લબાના સમાજ દ્વારા સંગઠિત થઈ સમાજહિતમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.
ગાયત્રી પરિવાર દ્વારા સંપૂર્ણ વેદોક્ત પદ્ધતિ અને મંત્રો દ્વારા વિધિવિધાન સાથે 15 બાળકોનું સમૂહ જનોઈ ( યજ્ઞોપવીત )સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમસ્ત પ્રોગ્રામમાં લબાના સમાજના આગેવાનો તેમજ પરિવારજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી સમાજની એકતા બતાવી હતી. આ પ્રોગ્રામમાં લબાના સમાજના લોકોએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી.





