માતરના ખેડુતનું ૨૬મી જાન્યુઆરી ના રોજ જિલ્લા કક્ષાએથી સન્માન કરવામાં આવશે॰
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
ખેડા જીલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના ડોક્ટર હોવા છતા પાત્ર ખેતી કરવામાં વધુ રસ ધરાવતા ડૉ.ગીતાબેન ચૈતન્યભાઈ પટેલ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ કામ કરતુ ટ્રેક્ટર સંચાલિત મલ્ટી ડ્રીલ કલ્ટીવેટર,રોટાવેટર પોતાની કોઠાસુજથી વિકસાવેલ છે. જે બદલ તેમનું ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જીલ્લા કક્ષાએથી રૂ. ૫૧ હજાર અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવશે. કૃષિ યાંત્રીકીકરણ ક્ષેત્રે અદ્યતન અને નવિન ટેકનોલોજી વિકસાવવા ખેડૂતો દ્વારા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ડૉ ગીતાબેન દ્વારા વિકસાવેલ આ મલ્ટી ડીલ કલ્ટીવેટર, રોટાવેટર દર ૬ ના અંતરે ૭” થી ૯” ઊંડા ૧૨ ચાસ એક જ ચાલમાં સિંગલ પાસમાં એક સાથે ખેડે છે. જેના કારણે ડીઝલનો પણ બચાવ થાય છે. આવી નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માં આવા મહિલા પ્રગતિશીલ ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર આપેલ છે. જેમાં તેમને ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ રક.૫૧ હજાર અને શાલથી જિલ્લા કક્ષાએથી બહુમાન કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૩ પ્રજાસત્તાક દિનની જીલ્લા કક્ષાની ઉંજવણીનુ ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેસન લીમીટેડ, થર્મલ મુકામે રીક્રીએશનલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું.