કપડવંજમાં વ્યાજખોરે ચેક બાઉન્સના કેસમાં ખેડૂતને ફસાવ્યો અને ખોટા હિસાબની ચિઠ્ઠી બનાવી ઊંચા વ્યાજેનાણાં ધીરતા અંતે ફરિયાદ નોધાઈ છે.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
કપડવંજ તાલુકાના નવાગામે રહેતા
રશ્મિનભાઈ વિનુભાઈ પટેલ તેઓને વર્ષ ૨૦૧૬ માં રૂપિયાની જરૂર પડતાં કપડવંજ શહેરના અબ્દુલકાદરભાઈ રસુલભાઈ શેખની પાસેથી રૂપિયા એક લાખ માસિક પાંચ ટકાના વ્યાજે લીધા હતા. આ નાણાની વ્યાજ સહિત રકમ ભરપાઈ કરી દીધી હતી. વ્યાજખોરે ચિઠ્ઠીમાં ૨૪ ટકા લેખે વ્યાજનો ઉલ્લેખ કર્યો આ પછી વર્ષ ૨૦૧૮માંરશ્મિનભાઈના પિતાને કેન્સરનીબીમારી હોવાથી તેઓએ અને તેમના
ભાઈ સુનિલભાઈએ આ અબ્દુલભાઈપાસેથી રૂપિયા બે લાખ પાંચ ટકાનાવ્યાજે લીધા હતા. વ્યાસ સહિત રૂપિયા પાંચ લાખ આપી દીધા હતા જેની તે સમયેવ્યાજખોરે પહોંચ આપી ન હતી. આ બાદ વર્ષ ૨૦૧૯માં આશરે છઠ્ઠા મહિનામાં આ અબ્દુલભાઈએ ઉપરોક્ત બંને ભાઈઓ પાસે હિસાબ માગ્યો હતો અને બે ચિઠ્ઠી આપી હતી જેમાં એક ચિઠ્ઠીમાં રૂપિયા ચાર લાખ વ્યાજે લીધેલાનું લખેલ છે. આમાંવ્યાજના ૯૬ હજાર લખેલ છે. જેમાં એક માસના ૨૪ ટકા લેખે વ્યાજ ગણ્યું છે. જ્યારે બીજી ચિઠ્ઠીમાં રૂપિયા ૭ લાખ વ્યાજે લીધેલાનું લખેલ છે જેમાં વ્યાજ એક માસનું૨૪ ટકા લેખે ગણ્યું હતું.અને રશ્મિનભાઈના પિતા અને ભાઈ પાસેથી સહી કરેલા કોરા ચેક લઈ લીધા હતા અને પ્રોમિસરી નોટમાં સહયો કરી હતી. આ પછી ચેકબાઉન્સના રૂપિયા ૨૫ લાખનો કેસ કર્યો હતો. આ સમગ્ર મામલે આજે રશ્મિનભાઈ પટેલે વ્યાજખોર અબ્દુલકાદરભાઈ રસુલભાઈ શેખ સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


