શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા યોજાઇ.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાડ


ગુજરાત સરકાર દ્વારા અરવિંદ ઘોષની ૧૫૦ મી જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગે ખેડા જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા નું આયોજન શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લામાંથી અનેક શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી સંતરામ મંદિરના સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ દિલ્હી ગંગેશ્વર ગામના સંત જિલ્લાના યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણા ડોક્ટર ચેતનભાઇ શિયાણી હાજર રહ્યા હતા આ પ્રસંગે નિર્ણાયક તરીકે હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દિનેશભાઈ ભટ્ટ તથા ગુજરાતી ફિલ્મ કોમેડિયન કલાકાર મહેશભાઈ રબારી એ પોતાની સેવાઓ આપી હતી.

