જીલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં કઠલા મુખ્ય પ્રા.શાળાના શિક્ષક મહેરા મહેન્દ્રભાઈ ભીખાભાઈએ પ્રજ્ઞા ધોરણ ૧-૨ “ગણિત મારો દોસ્ત ”ઇનોવેશન રજુ કર્યું .
રિપોટર – રમેશ પટેલ – સિંગવાડ
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન-દાહોદ આયોજિત જીલ્લા કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ ડાયટ દાહોદ ખાતે યોજાયો.જેમાં દાહોદ તાલુકા, કઠલા પગાર કેન્દ્રની કઠલા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક મહેરા મહેન્દ્રભાઈ ભીખાભાઈ એ પ્રજ્ઞા વર્ગ ધોરણ ૧-૨ ના બાળકો રમતા રમતા , ગમ્મત સાથે ગણિત શીખે તે માટેનો ” ગણિત મારો દોસ્ત ” નવતર પ્રયોગ રજુ કર્યો.જેમાં જિલ્લા કલેકટર ડૉ હર્ષિત ગોસાવી, DDO સુશ્રી નેહાકુમારી અને DEO કાજલ દવે તેમજ DPEO શ્રી મયુર પારેખ ડાયટ પ્રાચાર્ય આર.જે.મુનિયા અને ઇનોવેશન સેલ કો.ઓર્ડીનેટર રોઝલીન એચ.સુવેરા(સી.લે.) અને સમગ્ર ડાયટ ટીમના સભ્યોની હાજરીમાં ઇનોવેટીવ શિક્ષકને સીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જીલ્લના ઇનોવેશન ફેર માં ભાગ લેનાર તમામ શિક્ષક ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરે છે.



