વડોદરા ના ડભોઇ માંથી ચોરાયેલ બાઇક સાથે એક ઇસમને  ઝડપી પાડતી એલ.સી.બી.

નરેશ ગનવાણી બૂરોચિફ

નડિયાદ: પોલીસ અધિક્ષક એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ કરી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે  એલસીબી પોલીસ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સંતઅન્ના ચોકડી ખાતેથી  ઇસમ બાઇક લઇ મહુધા તરફથી આવતા  ઇસમને કોર્ડન કરી રોકીને ઇસમ સુશીલકુમાર જગદીશપ્રસાદ પ્રજાપતી રહે.મુળ સુલતાપુર યુ.પી. હાલ રહે. સંગીતા હોટેલ કઠલાલ ને એક બજાજ કંપનીનાપ્લેટીના મોટરસાયકલ  તથા એકમોબાઈલ ફોન મળી કુલ રૂ.૨૦ હજાર ૫૦૦ ની સાથે મળી આવતા મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારકજવાબ નહિ આપતા ઇસમ અટક કરેલ છે.પકડાયેલ ઇસમને આ બાબતે પુછપરછ કરતા આજથી આશરે પાંચેક દિવસ
પહેલા વડોદરા ગ્રામ્ય જીલ્લાના વસઇગામ નવી નગરીખાતેથી ચોરી કરેલાની કબુલાત કરતા જે બાબતે તપાસ કરતા  ડભોઇ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: