નડિયાદમાં સંતરામ મહારાજના ૧૯૨માં સમાધિ મહોત્સવ નિમિતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો બીજો દિવસ.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

આપણે કથામાં બેસીએ છીએ,પણ કથા આપણાંમાં નથી બેસતી:પૂ.જીગ્નેશદાદા
નડિયાદ સંતરામ મંદિરના પ્રાંગણમાં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૨માં સમાધિ મહોત્સવ નિમિતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે વ્યાસપીઠ પરથી પૂ જીજ્ઞેશદાદાએ કથાનું રસપાન કરતા જણાવ્યું હતું કે, કથામાં વક્તા..અને શ્રોતા બંનેમાં પરસ્પર શાસ્ત્રોક્ત યોગ્યતા અને લાયકાત હોવી જોઈએ.આપણે કથામાં બેસીએ છીએ.. પણ કથા આપણામાં બેસતી નથી.કથા પરમાત્માની પ્રાર્થના છે.તેમાં વિક્ષેપ ના કરવો જોઈએ.સંસારમાં સુખી થવું હોય તો સેવા અને કથાનો રસ પીવો જોઈએ…ઉત્પત્તિ ,સ્થિતિ અને લય પરમાત્માને આધીન છે.ભગવાન સિવાય કંઈ જ નથી આ દુનિયામાં. જેથી હું કરું છું..એવા અજ્ઞાનથી મુક્ત રહેવું જોઈએ.
યજમાન માલવિકાબેન પરિવાર,વસો તરફથી આયોજિત આ ભાગવત કથાના પ્રારંભે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.પૂ.જીજ્ઞેશદાદાએ પ્રથમ દિવસે શ્રીમદ્દ ભાગવત કથાનો શાસ્ત્રોક્ત મહિમા સમજાવ્યો હતો.

