ગરબાડા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીનું જિલ્લા વહીવટી તંત્રનું આયોજન.
નીલ ડોડીયાર
પ્રજાસત્તાક પર્વ – જિલ્લા કક્ષાની ઉજવણી – દાહોદ
ગરબાડા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર કરશે ધ્વજવંદન
ગરબાડા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીનું જિલ્લા વહીવટી તંત્રનું આયોજન

૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગરબાડા ખાતે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં યોજાશે.
પ્રજાસત્તાક દિવસે સવારે ૯ કલાકે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ધ્વજવંદન વિધિ સંપન્ન થશે. સીએચસી ગરબાડા પાસે, હેલીપેડની સામે, ગામ ઝરીબુઝર્ગ ખાતે ભવ્ય કાર્યક્રમનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
ધ્વજવંદન બાદ હર્ષ ધ્વનિ, પોલીસ દળ દ્વારા પરેડ, ટેબ્લો નિદર્શન તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ તેમજ ઉત્તમ કામગીરી કરનારા કર્મયોગીઓ, નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માન કરાશે.

