નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ.
સિંધુ ઉદય
નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ
તારીખ 21/22/2022 ના રોજ જામનગર ખાતે યોજાયેલ ગુજરાત ઇતિહાસ પરિષદના 31માં અધિવેશનમાં કુલ 14 વિષયોની નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલ હતું જે અંતર્ગત અત્રેની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદના ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો.રાજેશ વી.ભાભોરને ચંચળબા કરુણાશંકર ભટ્ટ રૌપ્યચંદ્રક અને ડો.કાંતિલાલ ફુ.સોમપુરા રૌપ્યચંદ્રક તેઓના ઉત્કૃષ્ટ નિબંધ લેખન માટે મળેલ છે આ સન્માન મેળવતા કોલેજના આચાર્યશ્રી અને કોલેજ પરિવાર તેમજ દાહોદ જિલ્લાના ઇતિહાસ સંશોધકો ખુબ હર્ષની લાગણી અનુભવે છે.



