નડિયાદમાં સંતરામ રોડ પર દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદમાં સંતરામ રોડ પર દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે.
નડિયાદ શહેરના સંતરામ રોડ પર નાની શાક માર્કેટની સામે આવેલ બિલ્ડીંગમાં પહેલા માળે આવેલ ૪ જેટલી દુકાનોના
બુધવારે રાત્રે તાળા તૂટ્યા છે. તસ્કરોએ દુકાનોમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઇ ગયા છે. સવારે દુકાનદારો આવતાં પોતાની દુકાનોના શટરના તાળા તૂટેલા જોતાં તેઓ ચોકી ઉઠ્યા છે. અને સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવી છે. તસ્કરોએ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યાં હતાં. દુકાનોના શટરને ડ્રીલ કટર મશીનની મદદથી તોડી ચોરી કરી ફરાર થયાં છે. સીસીટીવીમા બે ચોર દુકાનમાં અંદર જઈ કરી ચોરી કરતાં નજરે પડ્યાં છે. નડિયાદ ટાઉન પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.દુકાનદારના જણાવ્યા મુજબ આ ચોરીને અંજામ આપવા તસ્કરો ઉપરથી ઘૂસ્યા અને ૧૦થી ૧૨ના સમયગાળામા જ આ ચોરી આચરી છે.
.