માળી સમાજ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ લીમડી દ્વારા 3જા સમુહ લગ્નનું આયોજન કરાયુંજિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા ઉપસ્થિત રહ્યા.
ગગન સોની લીમડી
તૃતીય સમૂહ લગ્નના સામાજિક પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા એ હાજરી આપી નવદંપતી ઓને સુખી જીવન માટે શુભઆશિષ આપ્યાં હતાં
આજરોજ ઝાલોદ તાલુકાના લીમડી ખાતે દર્શન હોટલ સામે માળી સમાજ દ્વારા સમુહ લગ્ન નું આયોજન કરાયું હતું માળી સમાજના પ્રભુતામાં પગલાં પાડનાર અઢાર (૧૮) નવયુગલોના તૃતીય સમૂહ લગ્નના સામાજિક પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા એ હાજરી આપી હતી અને સમાજના અગ્રણીઓ તથા વડીલો સાથે વાર્તાલાપ કર્યો. આ સાથે લગ્નજીવનના સંસાર માં પગલાં પાડનાર નવદંપતીને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા એ માળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ઉપસ્થિતિ આપી નવદંપતી ઓને સુખી જીવન માટે શુભઆશિષ આપ્યાં હતાં





