ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલનાં પ્રાંગણમાં 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલનાં પ્રાંગણમાં 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
આ પર્વ નિમિત્તે સંસ્થાના સહુ હોદ્દેદારો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હર્ષોલ્લાસભેર કરવામાં આવ્યું હતું.
ઝાલોદ કેળવણી મંડળના પ્રમુખ દિલીપ.ડી.પટેલ દ્વારા દ્વારા શાળાના પ્રટાંગણમાં ધ્વજા રોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંડળના સહુ હોદ્દેદારો, કારોબારી સભ્યો, કેળવણી મંડળ સંચાલિત શાળાના સહુ આચાર્યો, સાસ્વત ભાઈ બહેનો, વિધાર્થીઓ તેમજ નગરમાંથી પધારેલ સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન કાર્યક્રમ પછી વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને ભારતમાતા અને સરસ્વતી માતાનું પૂજન કરી દીપ પ્રાગટય કરી સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મંડળ સંચાલિત જૂદી જુદી શાળાઓ રાધિકાબેન બાલમંદિર ,મ.ચુ કોઠારી પ્રા.શાળા , જે.વી.શેઠ મીડલ સ્કૂલ, પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ બી.એમ. હાઇસ્કૂલના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિધાર્થીઓએ દેશ ભક્તિ ગીતો પર ડાન્સ યોજીને ઉપસ્થિત લોકોનું દિલ જીતી આનંદ ઉલ્લાસનું વાતાવરણ બનાવી દીધું હતું. દરેક બાળકો દેશ ભક્તિમાં માટે ડાન્સની વેશભૂષામાં બનેલ દેશ ભક્તિ રૂપી પાત્રમાં શોભતા હતા તેમજ સહુ બાળકોમાં અનેરી દેશભક્તિનો ઉત્સાહ જોવા મળતો હતો.
ઝાલોદ કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન માધ્યમિક વિભાગના સાંસ્વત ધર્મેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.


