દાહોદ જિલ્લાના કિસાન ખેડૂતના વિવિધ પ્રાણ પ્રશ્નો ને લઈને ક્લેક્ટર સાહેબ ને આવેદન આપ્યું.
નીલ ડોડીયાર
દાહોદ જિલ્લાના કિસાન ખેડૂતના વિવિધ પ્રાણ પ્રશ્નો
ર૦૦પ વન અધિકાર કાનુન હોવા છતા આદિવાસી કિસાન ખેડુતોની જંગલની જમીન તેમજ સરકારી ખરાબાની જમીન છેલ્લા ૩૦ થી ૪પ વર્ષો સુધી જમીન ખેડાણ કરી ભોગવટો કરતા કિસાન ખેડૂતોને ૭/૧ર, ૮ – અ મા નામો દાખલ કરી કાયમી હક આપો. અને તેઓની ભોગવટો કરતા જમીનથી સરકારી દવાખાના, પંચાયત ઓફીસો, આંગણવાડીઓ વિગેરે બાંધકામ કરવાનું બંધ કરો. આદિવાસી ગરીબ-પછાત કિસાન ખેડૂતોને હેરાન-પરેશાન કરવાનું બંધ કરો ભોગવટો કરતા આદિવાસી કિસાન ખેડૂતોની જમીન કાયમી કરો.
કિસાન – ખેડુત- ખેતમજુરના સરકારી-અર્ધસરકારી-ખાનગી ફાઈનાન્સો-વિદેશી મહિલા-ફાઈનાન્સો દાહોદ જિલ્લામાં ફતેપુરા-ઝાલોદ તાલુકા કક્ષાએ મહિસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા ખાતે વિદેશી મહિલા ફાઈનાન્સો છે. જેવી કે ફિનકેર, બ્લેકસ્ટાર બેંક, સુર્યોદય બેંક, માસ માઈનાન્સ, આર બી એલ બેંક, લાઈટ ફાઈનાન્સ, આશિર્વાદ ફાઈનાન્સ, નમ્ર બેંક, પહલ બેંક, ગ્રામ શક્તિ બેંક, સંપદના બેંક વિગેરે જેવી વિદેશી મહિલા ફાઈનાન્સો અભણ-પછાત-ગરીબ ગામડાઓની મહિલાઓને આ બેંકો દેવાદાર બનાવે છે. તો આ વિદેશી મહિલા ફાઈનાન્સોની ઉચ્ચ કક્ષાએ કાનુની તપાસ કરીને આ તમામ દેવા માફ કરો.
નર્મદા ડેમનું પાણી છેક કચ્છના રણમાં જાય છે. કડાણા ડેમનું પાણી ખેડા જિલ્લામાં જાય છે તો દાહોદ જિલ્લાને પીવાનું પાણી-સિંચાઈ પાણી કેમ આપવામાં આવતુ નથી આ યોજનાથી દાહોદ જિલ્લાના કિશાન ખેડુતો વંચિત શા માટે છે ? સદર યોજનાનો લાભ દાહોદ જિલ્લાના કિશાન ખેડુતોને આપો.
આઝાદીના ૭૪ વર્ષો પુરા થયા છતા હજી સુધી ગામડાઓમાં વસવાટ કરતા ગરીબ-પછાત-આદિવાસી કિસાન ખેડુતો તાડપત્રી વાળા મકાન, કાચા માટીના મકાન તેમજ ડુંગરાળ વિસ્તારમાં થાંભલીઓના મકાનમાં વસવાટ કરતા હોય છે. સરકારની આવાસ યોજનાથી વંચિત છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મુખ્યમંત્રીનો સ્વાગત આવાસ યોજના વિશે કાર્યક્રમ હોવા છતા આજદીન સુધી આવાસ યોજનાથી લાભાર્થીઓ વંચિત છે. તાત્કાલીક ગામડાઓમા કોઈ સાચે સર્વેનો હુકમ કરી આવાસ યોજનાનો લાભ કિસાન ખેડુતોને આપો બીપીએલ હોવા છતા લાભથી વંચિત છે.
કિસાન ખેડુત ખેતી વિષયક લાઈટબીલો તથા ઘર વપરાશના લાઈટબીલો માફ કરો તેમજ ખેતી વિષયકના મીટરો તથા ઘરવપરાશના મીટરો કાપી નાંખવામા આવેલ છે. તો આ કિસાન ખેડુતોને ટ્રાયબલના તાત્કાલીક મીટરો નાખો ને વિજળી કિસાન ખેડુતોને ર૪ કલાક ખેતીમાં આપોતે લાઈટબીલ કિસાન ખેડુતોને માફ કરો.
કિસાન ખેડુતોને ટેકાના ભાવ આપોને કિશાન ખેડુત એમએસપી ગેરંટી કાનુન બનાવો.
આદિવાસી કિસાન ખેડુતોને રોજગારી પુરી પાડો, નરેગા યોજનામા કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ કરો સામુહિક કુવાઓ કિસાન ખેડુતોને વ્યક્તિગત આપો
જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં જે કરાર પધ્ધતિ નોકરી કરે છે તે નાબુદ કરી કાયમી શિક્ષિત બેરોજગારોની ભરતી કરો.
કિસાન ખેડુતોને વૃધ્ધ કિસાન પેન્શન આપો અને માસિક રૂા.રપ૦૦૦ આપો જેમ નોકરી પાતોને નોકરી પુર્ણ થયા પછી પણ રીટાયર્ડ પેન્શન આવે છે તેમ કિસાન ખેડુતો ખેતી કરી અનાજ-શાકભાજી પેદા કરી તમામ આમ જનતાને પુરો પાડે છે તો આ કિસાન ખેડુત ઘરડો થયા પછી શક્તિહીન થાય તેવા સંજાેગોમાં વૃધ્ધ કિસાન પેન્શન નો લાભ આપો.
રાંધણગેસના બોટલનો ભાવ ૧૧૦૦ છે તો તેનો ભાવ ઓછો કરી પ૦% સબસીડી આપો.