સંતરામ મંદિર આયોજિત શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી
નરેશ ગનવાણી – બ્યરોચીફ – નડિયાદ
સંતરામ મંદિર આયોજિત શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી
નડિયાદ: યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૨ માં સમાધિ મહોત્સવ નિમિતે સંતરામ મંદિર નડિયાદના પ્રાંગણમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે જીગ્નેશ દાદાની નિશ્રામાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષ ઉલ્લાસ અને ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. જીગ્નેશ દાદાએ રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરતા સૈનિકોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે આપણે રાષ્ટ્ર માટે જીવ ના આપી શકીએ
તો કંઈ નહીં પણ એક આદર્શ નાગરિક બનવાનો સંકલ્પ લઈએ આજે કથા રસને આગળ લઈ જતા જીગ્નેશ દાદા એ જણાવ્યું હતું કે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે છે તે કુળ તરી જાય છે પ્રહલાદની કથા સમજાવે છે કે ભગવાન પાસે ભક્તિ માગજો જીવનને ભગવાન ભરોસે મૂકી દેવું પછી દુઃખ નહીં થાય સંસારમાં આપણો સ્વભાવ દુઃખી કરે જેને પોતાનો સ્વભાવ દુઃખી કરે તેને બીજો કોઈ સુખી ના કરી શકે માણસ પોતાની પાસેની વસ્તુઓનું સુખ નહીં ભોગવે પણ જે પોતાની પાસે નથી તેને યાદ કરી દુઃખ ભોગવે છે સંતરામ મંદિર અને તેની સેવાઓને સેવા બિરદાવતા જીગ્નેશ દાદાએ જણાવ્યું હતું કે નડિયાદવાસીઓ અને સમગ્ર ચરોતર પંથક ભાગ્યશાળી છે કે જેમને સંતરામ મહારાજની ચેતનાનું ધામ મળ્યું છે વેદોની મહત્તા વર્ણવતા જીગ્નેશ દાદા એ સૌને વર્ષમાં
એકવાર ઘરમાં વેદ મંત્રનું પૂજન કરવા જણાવ્યું હતું.