જન્મદિવસની ઉજવણીમા શિક્ષણને વ્યાપક બનાવવાની ભાવના સાથે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો
નરેશ ગનવાણી – બ્યરોચીફ – નડિયાદ
જન્મદિવસની ઉજવણીમા શિક્ષણને વ્યાપક બનાવવાની ભાવના સાથે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો
નડિયાદ: સામાન્ય રીતે જન્મદિવસ એટલે પરિવાર સાથે સેલીબ્રેશન કરાતો હોય છે. કોઈ વ્યક્તિ કેક કાપે, તો કોઈ મોટી પાર્ટીનું આયોજન કરતા હોય છે. જોકે આ વચ્ચે નડિયાદના એક એન આર આઇ પરિવારે દિકરી સમાન પુત્રવધુના જન્મ દિવસ થોડી અલગ રીતે સેલીબ્રેશન કર્યું છે. જેમાં સમાજને શિક્ષણ તરફ વાળવા નાનકડો પ્રયાસ કરાયો છે. નડિયાદના એન આર આઇ પરિવારે શહેરના પીજ રોડ પર રહેતા અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાઈ થયેલા મનુભાઈ પટેલના પરિવારે ૩૨ વર્ષિય પુત્રવધુ ઇવાબેન જલ્પેશભાઇના જન્મદિવસની ઉજવણી કરી છે. ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવે તેવો પરિવારનો પ્રયાસ શિક્ષિત વ્યક્તિ પોતાના થકી પરિવાર, સમાજ, દેશ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે તે ભાવના સાથે પોતાના બાળકોના ભવિષ્યને શિક્ષણ થકી ઉજવ્વળ બનાવાની પ્રેરણા મનુભાઈ પટેલના પરિવારે ઓસ્ટ્રેલિયા સ્થિત પોતાના કુટુંબની વહુ ઇવાબેન જલ્પેશભાઇના જન્મદિવસની ઉજવણી પોતાના પરિવાર સાથે નડિયાદ મીલ રોડ સ્થિત જીવનતીર્થ લોક સેવા કેન્દ્ર ખાતે પહોંચી ઝુપડપટ્ટી વિસ્તારમાં સંઘર્ષમય જીવન વ્યતીત કરતા પરિવારના બાળકો ઘર આંગણે સુસજ્જ સુવિધાઓ સાથે ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી રહેલા ફૂલવાડીના બાળકો સાથે કરી હતી. બાળકોને સ્લેટ, પેન્સીલ, નોટબુક, કલર, કંપાસ વગેરે જેવી શૈક્ષણિક સામગ્રી ભેટ કરી શિક્ષણ સામગ્રીના અભાવને કારણે કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુથી ઇવાબહેને ફૂલવાડી શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રી ભેટ કરી શિક્ષણ નગરીનો પ્રત્યેક બાળક શિક્ષિત બને તે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.