કે જે ભાભોર કન્યા વિદ્યાલય પાલી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
સિંધુઉદય ન્યુસ
શ્રીમતિ કે. જે. ભાભોર કન્યા વિદ્યાલય પાલ્લી,લીમખેડા શાળા માં આજે ૨૬ મી જાન્યુઆરી ના ૭૪મા પ્રજાસત્તાક દિનની સાનોસોકત અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ટોફી સહીત રોકડ ઈનામ વિતરણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળા ના આચાર્યે તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે સ્વરાજ તો આવ્યું પણ સુરાજ ક્યારે આવશે?આપણે આત્મ નિર્ભર ભારત ની કલ્પના સાથે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ને અનુરૂપ એક ભારત ,નેક ભારત,સ્વસ્થ ભારત ની કામના હરહંમેશ કરીએ છીએ. અનુશાસન સાથે મક્કમ ઇરાદા અને મજબૂત મનોબળ ,અથાગ પરિશ્રમ , પરાક્રમ ની ભાવના વિકસિત કરવા સમયની માંગ છે. ભવ્ય અને દિવ્ય ભારત દેશની કલ્પના ને સાકાર કરવા માટે સંકલ્પીત થવાની ઘડિ આવી ગઈ છે.તેનો સદઉપયોગ કરવાની ફરજ એક કતૅવ્ય નિષ્ઠ નાગરિક તરીકે આપણા સૌની છે. આ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના શિક્ષકો અને આચાર્યશ્રી સાથે કુશળ સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી આ શાળા ના આચાર્ય વિશાલભાઈ પરમાર અને શિક્ષક દીપકભાઈ પટેલ એ વક્તવ્યો આપ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સૂર્યની જેમ ઝળહળી ઉઠ્યું હતું