કદવાલ નવીન પશુ દવાખાના નાં શુભારંભ પ્રસંગે તાલુકા વાયબ્રન્ટ પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ હતી.
ગગન સોની લીમડી
કદવાલ નવીન પશુ દવાખાના નાં શુભારંભ પ્રસંગે તાલુકા વાયબ્રન્ટ પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ હતી.
આજરોજ કદવાલ ખાતે ગુજરાત સરકાર વિધાનસભાના પૂર્વ દંડકશ્રી અને ૧૨૯ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી રમેશભાઇ કટારા સાહેબ, જિલ્લા પંચાયત દાહોદ પ્રમુખ માન. શ્રી શીતલ કુમારી જી અને ૧૩૦ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ઝાલોદ એ.પી.એમ.સી.ના ચેરમેન માનનીય મહેશભાઈ ભુરીયા સાહેબનાં વરદ્ હસ્તે કદવાલ નવીન પશુ દવાખાના નાં શુભારંભ પ્રસંગે તાલુકા વાયબ્રન્ટ પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ હતી,
જેમાં ઝાલોદ ,સંજેલી તાલુકા પશુપાલન સ્ટાફ, જિલ્લા, તાલુકા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત ઝાલોદ, સંજેલી પ્રમુખ શ્રીઓ, જિલ્લા, તાલુકાના પદાધિકારીશ્રીઓ, સરપંચ શ્રીઓ, સભ્ય શ્રી ઓ, કાર્યકર્તાઓ,પશુપાલન શિક્ષણ શિબિરનાં લાભાર્થીઓ, અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.