ઝાલોદ તાલુકાના લીમડી કુમાર શાળા ખાતે બાળકોમાં જીવદયા વધે તે આશયથી પક્ષીઓ માટે ચબુતરો મુકવામાં આવ્યો
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના લીમડી કુમાર શાળા ખાતે બાળકોમાં જીવદયા વધે તે આશયથી પક્ષીઓ માટે ચબુતરો મુકવામાં આવ્યો
કૌશલ્યાબેન સાધુનાં સ્મરણાર્થે તેમના પુત્ર અલ્કેશભાઈ દ્વારા ચબુતરો અર્પણ કરવામાં આવ્યુ
ઝાલોદ તાલુકાના લીમડી કુમારશાળા ખાતે મૂક જીવો માટે એક ચબુતરો નુ કૌશલ્યાબેન સાધુનાં સ્મરણાર્થે તેમના પુત્ર અલ્કેશભાઈ દ્વારા સ્કૂલમાં મૂકવામાં આવ્યો.આ કુમારશાળા માં મોટાં પ્રમાણમાં બાળકો અભ્યાસ કરે છે , ચબુતરા માં પક્ષીઓને જોઇ બાળકોમાં જીવદયા વધે અને પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમનો ભાવ ઉત્પન્ન થાય તેવા આશય થી અલ્કેશભાઈ અને તેમના પરિવારના સભ્યો દ્વારા આ ચબુતરો સ્કૂલ ખાતે મુકવામાં આવ્યો હતો.