નડિયાદ કલેકટર કચેરી મીટીંગ હોલ ખાતે સંકલન બેઠક યોજાઇ
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
તા.૨૪ જુલાઈ ૨૦૨૨ ના રોજ નામ.હાઇકોર્ટ ખાતે જુવેનાઇલ જસ્ટીસ કમિટીના અઘ્યક્ષએ રીવ્યુ બેઠકમાં આપેલી સૂચના અન્વયે માન.કલેકટર ના અઘ્યક્ષસ્થાને અને પ્રિન્સીપાલ મેજીસ્ટ્રેટ સાહેબ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, નડિયાદની ઉ૫સ્થિતિ ખેડા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાના ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓ સાથે તા.૨૭ જાન્યુઆરી ના રોજ નડિયાદ કલેકટર કચેરી મીટીંગ હોલ ખાતે સંકલન બેઠક કરવામાં આવેલ જેમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડમાં કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો બાબતે પોલીસે કામગીરી કરવાની બાબતે જે.એ.રાણા, પ્રિન્સીપાલ મેજીસ્ટ્રેટ-વ-ચેરમેન, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ નડિયાદ જિ.ખેડા એ સમજ આપેલ કે કાળજી અને રક્ષણની જરુરીયાત વાળા બાળકો બાબતે અને બાળ કલ્યાણ સમીતીની કામગીરી બાબતે ભુપેન્દ્રભાઇ ૫ટેલ, ઇ.ચા. ચેરમેન બાળ કલ્યાણ સમીતી નડિયાદ જિ.ખેડા એ સમજ આપેલ. પોકસો એકટ અંતર્ગત કરવાની થતી કામગીરી બાબતે કિર્તી જોષી, લીગલ કમ પ્રોબેશન ઓફીસર જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ જિ.ખેડા એડોપ્શન રેગ્યુલેશન ર૦રરમાં પોલીસની ભુમીકા બાબતે સંદિ૫ ૫રમાર અઘિક્ષક માતૃછાયા અનાથ આશ્રમ નડિયાદ ધ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. જિલ્લામા થતા બાળ લગ્ન અંગે એસ.એન.વ્હોરા પ્રોબેશન ઓફિસર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી નડિયાદ ધ્વારા સમજ આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે કલેકટર કે.એલ.બચાણી ધ્વારા તમામ અધિકારીઓને જુવેનાઇલ જસ્ટીસ એકટ-ર૦૧પ હેઠળ કાયદાકીય કાર્યવાહી માનવતાની રુહે સમયમર્યાદામાં કરવા સુચન કરેલ. અને બાળ સુરક્ષા સબંધિત તમામ વિભાગો સાથે જીલ્લા બાળ સુરક્ષા એકમ ધ્વારા સંકલન કરવાનુ રહેશે. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર સાહેબ બી.એસ.પટેલ ડી.વી.બસીયા નાયબ પોલીસ અધિક્ષક અને SJPU ના નોડલ ઓફિસર, સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનીટ (SJPU)ના કર્મચારીઓ, ચાઇલ્ડ વેલ્ફર પોલીસ ઓફીસરઓ (CWPO), ચેરમેન, ચાઇલ્ડ વેલ્ફર કમીટી, નડીઆદ સભ્યઓ ચાઇલ્ડ વેલ્ફર કમીટી સભ્ય જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ અધિક્ષક માતૃછાયા અનાથ આશ્રમ અધિક્ષક હિન્દુ અનાથ આશ્રમ પ્રોજેકટ કોઓર્ડીનેટર, (૧૦૯૮) ચાઇલ્ડ લાઇન નડીઆદ, કપડવંજ હાજર રહેલ સમગ્ર મીટીંગનુ સંચાલ મહેશ પટેલ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીએ કરેલ.