નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ ફ્લેટમાં મહિલા ફસાઈ જતાં રેસ્કયુ કરાયું.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
૨૯/૩
નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ ફ્લેટમાં મહિલા ફસાઈ જતાં રેસ્કયુ કરાયું
નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર આવેલ નેક્સસ-૪મા બીજા માળે રહેતી એક
બ્રાઝીલયન મહિલા ગેલેરીનુ સ્લાઈડર બંધ થતાં ગભરાઈ ગઈ હતી. અને અહીંયા ફસાઈ હતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે સીડીની મદદથી સ્લાઈડર ખોલી મહિલાને સહિ સલામત બહાર કાઢી છે.
નડિયાદ ઉતરસંડા રોડ પર આવેલ નેક્સેસ-૪ એપાર્ટમેન્ટમાં બીજા માળે B-201મા રહેતી બ્રાઝિલિયન મહિલા રવિવારે સવારે પોતાની બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી. બાલ્કનીનુ સ્લાઈડર અંદરથીલોક થઈ જતાં મહિલા અટવાઈ ગઈ હતીઅને ગભરાઈ ગઈ હતી. અત્યારે અહીયા એકલી સ્થાઈ થયેલી આ મહિલા મારીયા એલિઝાબેથ નામની ૬૪ વર્ષની મહિલા પોતાના ફ્લેટની બાલ્કનીમા ફસાઈ જતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા.અને ફાયર બ્રિગેડને જાણ કરી નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે આ બ્રાઝિલિયન મહિલાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. સીડીમદદથી ઉપર પહોંચી ને આ મહિલા ને સહી સલામત બહાર કાઢ્યા હતા.