નડિયાદના સરદાર ભવન પાસે પાર્ક કરેલી કારમાં પર્સની ઉઠાંતરી.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
૨૯/૧નડિયાદના સરદાર ભવન પાસે પાર્ક કરેલી કારમાં પર્સની ઉઠાંતરી નડિયાદના યોગીનગરની કેનેડા જઈ રહેલ યુવતી શહેરના સરદાર ભવન પાસે ગાડી પાર્ક કરી ઝેરોક્ષ કઢાવવા ગઈ ત્યારે તસ્કરો ગાડીનો કાચ તોડી યુવતીનો પર્સ ચોરી ગયાહતા. પર્સમાં યુવતીનો પાસપોર્ટ પણ હતુ તે પણ ચોરાઈ ગયો હતો. નડિયાદના યોગીનગરમાં રહેતા રણજીતસિંગ સિંગારસીંગ બાજવાની દિકરી સીમરનને તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ કેનેડા જવા માટે મુંબઈનીફલાઈટમાં જવાનું હતું પિતા પુત્રી ૨૭મી જાન્યુઆરીના રોજ બપોરે રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. જો કે કેટલાકડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવવાની હતી તેથી પિતાએ કાર સરદાર ભવન પાસે પાર્ક કરી હતી. સીમરન તેનો પર્સ કારની આગળની સીટ પર મુકેલ હતો. બંને જણા કાવેરીપ્લાઝામાં ઝેરોક્ષ કઢાવી ૧૦ મિનીટમાં પરત ફર્યા અને ત્યાં જોયું તો તસ્કરો કાચ તોડી પર્સ ઉઠાવી ગયા હતા. પર્સમાં પુત્રીની સોનાની વિંટી, ગોલ્ડ પ્લેટેડ દિવો, કેનેડીયન ડોલર. પાસપોર્ટ, કેનેડા યુએસએના વિઝાતથા રોકડ મુકેલ હતા. જે ચોરાઈ ગયું હતું આ બનાવની જાણ રણજીતસિંગ એ નડિયાદ ટાઉનમાં કરતા પોલીસે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે

