ઘરેથી નીકળી ગયેલી સગીરા ને સાચું માર્ગદર્શન આપી પરિવારને સોંપતી
દાહોદ તા.૧૮
એક જવાબદાર નાગરિકે મદદ કરવાની ભાવનાથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે અહીં એક નાની ઉંમરની કિશોરી સવારથી બેસી રહી છે, તેને પૂછતાં કશુ જણાવતી નથી. તેને મદદ કરવાની વિનંતી કરતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક પહોંચી હતી.
કિશોરી સાથે વાતચીત કરતા અભયમ હેલ્પલાઇન ટીમને જાણવા મળ્યું કે તે કોઈ છોકરા સાથે જવા માટે સવાર થી સાંજ સુધી બેસી રહી હતી, પરંતુ છોકરો આવતો ના હોઈ મુશ્કેલીમાં મુકાઇ છે. અભયમ ટીમે છોકરા નો મોબાઈલ નંબર મેળવી તેને બોલાવી, આ અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે તેની સાથે ફક્ત વાતચીત કરતો હતો, મેં તેને બોલાવી નથી. આમ અભયમ ટીમ ને લાગ્યું કે સગીર વયની કિશોરી વગર વિચાર્યે ઘરેથી નીકળી ગઇ છે, જેથી તેને સમજાવી તેના મમ્મીનો મોબાઈલ નંબર મેળવી તેમની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે અમો દાહોદથી દૂર ગામડામાં રહીએ છીએ અમોને રાતે કોઈ વાહન મળશે નહીં. જેથી આજની રાત તમારી પાસે રાખશો સવારે અમે આવી ને દીકરી ને લઈ જઈસું અને બીજા દિવસે દીકરીને લઇ ગયા હતા.
૧૩ વર્ષ ની સગીરા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે એક મહિના પહેલા તેના મમ્મી ને દાહોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેથી મમ્મીની સાથે તે પણ હોસ્પિટલમાં રોકાઈ હતી. તે દરમિયાન વીસેક વર્ષનો હોસ્પિટલમાં સફાઈનું કામ કરતો યુવાન આવતો અને બંનેએ મોબાઈલ નંબરની આપલે કરી હતી તથા એકબીજા સાથે મોબાઈલ પર વાતચીત કરતા હતા.
આમ એક મહિના સુધી મોબાઈલ દ્વારા સંપર્કમાં રહેલા છોકરાએ જણાવ્યું કે કોઈ દિવસ દાહોદ આવવાનું થાય તો મળવા આવજે. આથી કિશોરી પોતાના ઘરે થી કોઈ ને જણાવ્યા સિવાય યુવાન સાથે રહેવા દાહોદ આવી ગઇ હતી અને યુવાનને વારંવાર કોલ કરવા છતાંય તે ફોન રિસિવ ના કરતો હોઈ હવે શુ કરવું તે મુઝંવણમાં હતી.
અભયમ ટીમ ઘ્વારા કિશોરીનું અસરકારક કાઉન્સેલિંગ કરવામાં આવી તેને સમજાવ્યું હતું કે તારી અત્યારે ભણવાની ઉંમર છે અને આ રીતે આવેશમાં આવી ઘરેથી કોઈ ને જાણ કર્યા સિવાય નીકળી ના જવાય, તારા મમ્મી પપ્પા ને કેટલું દુઃખ થાય, અત્યારે સમગ્ર ધ્યાન અભ્યાસમાં આપવાનો છે, મોબાઈલમા વાતચીત કરવાથી આ રીતે ઘરેથી નીકળીના જવાય, આમ સગીરા ને પોતાની ભૂલ સમજાઈ હતી અને ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને રાત્રી દરમિયાન સખી વન સ્ટોપમાં રાખવામાં આવી હતી. બીજા દિવસે તેનો પરિવાર આવતા તેમને સોંપવામાં આવી હતી. સગીરાના માવતર પોતાની દીકરી સાથે મેળાપ થઇ જતા અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

