ગરબાડા ના ગુંગરડી ગામે ઘરે આવી તોડફોડ કરી ધીંગાણું મચાવતા ૧૧ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.
પ્રતિનિધિ ગરબાડા
ગરબાડા ના ગુંગરડી ગામે ઘરે આવી તોડફોડ કરી ધીંગાણું મચાવતા ૧૧ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ.ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે સમાધાન ના ૧૦,૦૦,૦૦૦ ના આપતા ગરબાડા ગામના ૧૧ જેટલા ઈસમો એક સંપ થઈ હાથમાં મારક લાકડીઓ લઇ પિક અપ ગાડી તથા મો.સા.ઉપર બેસી ગેરકાયદેસર મંડળી બનાવી ગરબાડા થી ગુંગરડી ગામે સુકિયા ફળિયા નાનું માળ ફળિયામાં જઈ ધીંગાણું કરી વલું અમારી બૈરીને લઇ આવી સમાધાનના ૧૦,૦૦,૦૦૦ વારંવાર કેવા છતાં પણ આપતો નથી અને કહેવડાવવા છતાં આપવા આવતો નથી તેના ઘરમાં જે હોય તે બધું લઈ લો તેવી બુમો પાડીને વલુભાઈની માતા ધુલીબેન હીરાભાઈ રાઠોડ ના ઘર ઉપર પથ્થરમારો કરી ઘરની છત ઉપર ચડી લાકડી ઓથી તેમજ તોડફોડ કરી ઘરને બહાર લગાવેલી ઇલેક્ટ્રીક લાઇટ નું મીટર તોડી નાખી ધુલીબેનના ઘરમાં પ્રવેશ કરી તોડફોડ કરે પ્લાસ્ટિકની થેલીમાં મૂકી રાખેલ વૃદ્ધ પેન્શન ના રૂપિયા 5000 લૂંટ કરી આશાબેન રાઠોડ ની ૪ વર્ષની દીકરી નિધીબેન જયેશભાઈ રાઠોડ ને જમણા હાથની આંગળી પર રાકેશભાઈ મથુરભાઈ ખપેડે લાકડું મારી ઈજા કરી તેમજ નાથાભાઈ માનાભાઈ રાઠોડ ને રમેશભાઈ બાબુભાઈ ભાભોરે લાકડી થી ડાબે હાથે બાવળા ના ભાગે ઘોદો મારી ઈજા કરી તેમજ મથુરભાઈ શકરાભાઈ દ્વારા ગઢદા પાટુનો માર મારી નાથાભાઈ રાઠોડ ને મથુરભાઈ શકરાભાઈ દ્વારા તારા ભત્રીજા પાસેથી સમાધાનના પૈસા અપાવી દે નહીં તો ફરીવાર રાત્રે આવી તમારા ઘરો સળગાવી દઈશું તેવી ધમકીઓ આપી ધુળીબેનના ઘરે ને આશરે ₹8,000 નું નુકસાન કરતા(૧) રમેશભાઇ બાબુભાઇ ભાભોર (૨) રાકેશભાઇ મથુરભાઇ ખપેડ (૩) વાલાભાઇ ખપેડ (૪) મથુરભાઇ શકરાભાઇ (૫) શકરાભાઇ દિતાભાઇ ભાભોર (૬) કમલેશભાઇ મથુરભાઇ ખપેડ (૭) રતનસિંહ સેવાભાઇ ભાભોર (૮) માનસીંગભાઇ શકરાભાઇ ખપેડ (૯) ભગતભાઇ કુબજીભાઈ (૧૦) કાળુભાઇ સેવાભાઇ નળવાયા (૧૧) બાબુભાઇ દિતાભાઇ સહિત કુલ અગિયાર ઈસમો સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી