સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી
ફરાનપટેલ સંજેલી
સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર નવોદય વિદ્યાલય તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ.મકવાણા દ્વારા તારીખ ૩૦/૦૧/૨૦૨૩ સોમવારના રોજ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીના પટાંગણમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિવસ દર વર્ષે ૩૦ જાન્યુઆરીએ ઊજવવામાં આવે છે. રાષ્ટ્રીય અને તેની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળીને જેમને દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે એમને યાદ કરીને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિવસની ઉજવણી માં ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો અશ્વિનભાઈ સી સંગાડા, રાજુભાઈ એસ મકવાણા તેમજ અન્ય વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણા એ શહીદ દિવસ નિમિતે દેશ માટે જેમને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે તેવા શહીદોને યાદ કરી, મૌન પાળીને અને વંદન કરીને, યાદ કરીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.