પટવાણ પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી

સંજય હઠીલા લીમખેડા

લીમખેડા તાલુકામાં આવેલી પટવાણ પ્રાથમિક શાળામાં 30 મી જાન્યુઆરી ને સોમવારના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી.પ્રાર્થના સંમેલનમાં દીપ પ્રગટાવીને મહાત્મા ગાંધીજીના ફોટાને પુષ્પાંજલિ આપવામાં આવી.શાળાનાં બાળકો તથા સ્ટાફ પરિવારના સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.ત્યાર બાદ શાળાનાં શિક્ષક શ્રી ફતેસિંહ બારીઆ એ બાળકોને મહાત્મા ગાંધીજીના જીવન-કવન વિશે તથા આઝાદી ની ચળવળો માં તેમણે આપેલ યોગદાન તથા તેમના જીવનના મહત્વના પ્રસંગો વિશે પ્રેરક માહિતી આપી.શહીદ દિવસ નિમિત્તે દેશ ની સેવા કરતા કરતા શહીદ થયેલા દેશના વીર જવાનો ને પણ યાદ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!