હોટલના પાર્કીંગમા  પાર્ક કરેલ બે કન્ટેનરમાંથી રાત્રે ચોરી કરી તસ્કરો ફરાર

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

કપડવંજના ચીખલોડ નજીક હાઈવે પરની હોટલમાં પાર્ક કરેલ બે કન્ટેનરમાંથી તસ્કરોએ રૂપિયા ૪૯ હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા છે.આ બનાવ સંદર્ભે કપડવંજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઇ છે.ઉત્તરપ્રદેશના સાકીર હાજીમહેમુદ મુસ્લિમ  બોમ્બે રોડવેઝ  ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત ૨૮મી જાન્યુઆરીના રોજ  કન્ટેનર લઈને જીઆઇડીસી સુરત ખાતેથી જીવરાજ કંપનીની ચાય પત્તી ભરી દહેરાદુન ઉત્તરાખંડ ખાતે જવા રવાના થયા હતા. દરમિયાન મોડી રાત્રે તેઓ ખેડા જિલ્લાના કપડવંજ થી પસાર થઈ રહ્યા હતા. લાડવેલ ચોકડી થી થોડીક દૂર ઢાબા રાજસ્થાન હોટલ  પહોંચ્યા હતા. અને સાકીરભાઇને ઊંઘ આવતી હોવાથી તેઓ આ હાઇવેની હોટલના પાર્કિંગમાં પોતાનું કન્ટેનર પાર્ક કરી કેબિનમાં સુઈ ગયા હતા. સવારે બિજા વ્યક્તિ દ્વારા  સાકીરભાઈને જાણ થઇ કે  કન્ટેનર નો પાછળનો શટરનો દરવાજો ખુલ્લો છે. સાકીરભાઇએ અંદર  તપાસ કરતા લગભગ ૧૨ જેટલા બોક્સઓછા જણાયા હતા જેની કિંમત આશરે રૂપિયા ૧૪ હજાર થાય છે. તો વળી અહીંયા પાર્ક કરેલી અન્ય કન્ટેનર ટ્રકમાં પણ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેમાંથી કાપડની લગભગ દસેક ઘાસડીઓ ચોરી થઈહતી જેની કિંમત આશરે રૂપિયા ૩૫ હજાર થાય છે. આમ કુલ ૪૯ હજારના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર બનાવ સંદર્ભે  સાકીરભાઇ મુસ્લીમે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!