દેવગઢબારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકીગ દરમ્યાન દારૂ પકડાયો.
રમેશ પટેલ સિંગવડ
દેવગઢબારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકીગ દરમ્યાન દારૂ પકડાયો
પીપલોદ પોલીસ સ્ટેશના PSI જી બી પરમારને બાતમી મળી હતી કે xuv ગાડી દારૂ ભરીને જાય છે.
પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા પોલીસ વડાએ હાલમાં અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર પરીણામ લક્ષી કામગીરી કરવા સારૂ સ્પેશીયલ પ્રોહી ડ્રાઇવ રાખી સુચના આપતા પીપલોદ પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેકટર જી બી પરમાર તથા પોલીસ કર્મીઓ સાથે મળી પીપલોદ પોલીસ મથક વિસ્તારમાં સઘન વાહન ચેકીંગ કરી રહ્યા હતા એ સમયે ખાનગી બાતમી મળેલ કે, દાહોદ તરફથી એક સિલ્વર કલર ની એક્સયુંવી ફોર વ્હીલ ગાડી નંબર GJ 6 HS 4553 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સંતાડી લઇને ગોધરા તરફ જનાર છે.જે બાતમી આધારે પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તરત જ ભથવાડા ટોલનાકા ઉપર વોચ રાખી હતી.તે દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા તેને સાઈડ ઉપર ઉભી રખાવી તપાસ કરતા ગાડી માં આગળ ની હેડલાઈટ ના ભાગે ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 84 સંતાડી લઇ જતા ગાડી માં સવાર મોહન રણવીર જાતે શેખાવત. રહે. બાજવા. વડોદરા મયુર બહાદુર જાતે મિરોલા.રહે. લક્ષ્મીપુરા. વડોદરાપોલીસે વિદેશી દારૂ ની કુલ બોટલો નંગ84 ની કુલ કિમત રૂપિયા 82188નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા બે હજાર તથા ફોર વ્હીલ ગાડી ની કિંમત 1.50.000 એમ મુદ્દામાલ સહીત 2.34.188 પોલીસે ઝડપી પાડ્યો હતો.પીપલોદ પોલીસે પ્રોહિબિશન અંગે ની કાયદેસર ફરિયાદ દાખલ કરી વધુ તપાસ;હાથ;ધરીછે.