ઉત્તરસંડા બસસ્ટેન્ડ પાસે દુકાનમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નજીક આવેલ ઉત્તરસંડા ગામે ગાદલા તકીયાની દુકાનમા આગ લાગી હતી દુકાનમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં દુકાનમાં રહેલ એક ગેસ સિલિન્ડર આવી જતા ગેસસિલિન્ડર બ્લાસ્ટ થયોનડિયાદ પાસે આવેલ ઉત્તરસંડાના બસ સ્ટેન્ડ પાસે સંતરામ કોટન વર્કસ નામની દુકાન આવેલી છે. જેમાં રૂના ગાદલા તકીયા બનાવવામા આવે છે.મંગળવારે સવારે દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આ આગની લપેટમાં દુકાનમાં રહેલ એક ગેસ સિલિન્ડર સુધી આવી જતા ગેસસિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવી હતી આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે.