અમદાવાદ ઇન્દોર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બે મોટરસાયકલો સામસામે અથડા હતાબંને બાઈક ચાલકો રોડ ઉપરપટકાતા બંનેની શરીરે ગંભીર ઈજાઓ પહોંચી ઘાયલોને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.એકનું મોત થયું છે તો એકને ગંભીર ઈજા થઈ છે.કઠલાલના લાડવેલ ગામે રહેતા ૫૫ વર્ષિય ભીખાભાઇ નાનાભાઇ રાઠોડ ગઇકાલે મોટરસાયકલ પર પોતાના ગામથી નજીક આવેલા ખેતરમાં જતાં હતાં. આ દરમિયાન અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સિતાપુરા પાટીયા પાસે તેઓ રોગ સાઈડે પોતાનું વાહન હંકારતાં હતા તે સમયે સામેથી આવતાં મોટરસાયકલ સાથે ભીખાભાઈએ પોતાનું વાહન ટકરાયુ હતુ. જેના કારણે આ બંને બાઈક ચાલકો રોડ ઉપર પટકાતા બંનેની શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો આવી ગયા હતા. અને ૧૦૮ એમ્બ્યુલન્સને વાર લાગતાં  સ્થાનિકોએ ખાનગી વાહન મારફતે આ ઘવાયલા ચાલકોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ભીખાભાઇ નાનાભાઇ રાઠોડનુ મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા શૈલેશકુમાર ભલાભાઇ રાઠોડે કઠલાલ પોલીસને જાણ કરતા પોલીસે ફેટલઅકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: