સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત્તના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી
સિંધુઉદય ન્યુસ
જીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે ગાયત્રી પરિવાર અને નિવૃત્ત લેપ્રસી કર્મચારી દ્વારા “સ્પર્શ”રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત્તના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી.આ ન્યુટ્રીશન કીટ ની અંદર ખાંડ, ચા, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, મસાલો, સાબુ ન્હાવાના ધોવાના, લોટ, ચોખા, તેલ વગેરે વસ્તુ કીટની અંદર આપવામાં આવી હતી. જેથી દર્દીને સારું પોષણ મળી રહે. આ કીટ કુલ ૨૦ દર્દીઓ જે જૂના અને સાજા થયેલા અને દર્દીઓને આપવામાં આવી હતી.વધુમા જીલ્લા રક્તપિત્ત કચેરી અને આરોગ્ય વિભાગ વતી અલ્સરની કીટ તેમજ માઇક્રો સેલયુલર રબર શૂસ,(MCR) શુસ આપવામાં આવ્યા હતા અને રક્તપિત્તના દર્દીઓ એ ધ્યાનમાં રાખવા જેવી બાબત જેવી કે સુતા વખતે હાથ પગની ચકાસણી કરી લેવી, ગરમ વસ્તુઓ કાપડ અથવા સાણચીનો ઉપયોગ કરવો અને શિયાળામા કોપરેલ તેલ હાથ પગ પર માલિશ કરવું.