જેસાવાડા ના કિરણસિંહ ચાવડાને ભવ્યા ફાઉન્ડેશન જયપુર રાજસ્થાન દ્વારા હિન્દ શિરોમણી એવોર્ડ એનાયત
સિંધુઉદય ન્યુસ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના વતની અને ભૂતવડ પ્રાથમિક શાળા વજેલાવ, ના આચાર્ય કિરણસિંહ ચાવડા ને ઉત્કૃષ્ટ શિક્ષણ, સમાજસેવા, વ્યસન મુક્તિ માટે કરેલ કામગીરી ને ધ્યાને લઈ ભવ્યા ફાઉન્ડેશન જયપૂર રાજસ્થાન દ્ધારા તારીખ 29 જાન્યુઆરી 2023 ના રોજ રવિવારે સુરેશ જ્ઞાન વિહાર યુનિવર્સિટી જગતપુરા કાલંદી ઓડી ટોરિયમ જયપુર રાજસ્થાન ખાતે મુખ્ય મહેમાન પ્રખ્યાત સમાજ સેવક અને પત્રકાર પવન કપૂર તથા એડિશનલ ડીસીપી સુનિતા મીના તથા સંસ્થા ના સ્થાપક શૈલેન્દ્ર માથુર, નિર્દેશક ડૉ. નિશા માથુર ની ઉપસ્થિતિમાં હિન્દ શેરોમણી એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અને હિન્દ શિરોમણી એવોર્ડ સમારંભમાં માં ભારત સહિત દુનિયાના ૧૪ દેશના એવોર્ડી ૨૦૦ જેટલી મહાન હસ્તીઓને સન્માન કરવામાં આવ્યું હતું.જેમા. શ્રી ચાવડાએ વજેલાવ પગાર કેન્દ્ર તથા જેસાવાડા ગામ,ગરબાડાતાલુકો, દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.



