દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા આજરોજ જિલ્લા સેવા સદન છાપરી ખાતે પોતાની વિવિધ માંગણી આજદિન સુધી પુરી ન થતાં સરકારની નીતીરિતીનો વિરોધ કરી ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. આ ધરણાં પ્રદર્શનમાં દાહોદ જિલ્લાના પ્રાથમીક શિક્ષકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.
દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના શિક્ષકોના કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો અને ગુજરાત સરકારના લગતા પ્રશ્નો પેન્ડીંગ છે અને તેનો આજદિન સુધી
આભાર – નિહારીકા રવિયા સમાધાન ન થતાં તે સંદર્ભે અગાઉ દરેક તાલુકામાં ધરણાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પરંતુ તે કાર્યક્રમો સફળતા ન મળતાં અને જેને લઈને આખા ગુજરાત રાજ્યમાં નક્કી કરેલા કાર્યક્રમ મુજબ આજે ધરણાના કાર્યક્રમ દાહોદના છાપરી મુકામે કલેક્ટર કચેરી બહાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રશ્નો જેવા કે, જુની પેન્શન યોજના શરૂ કરવામાં આવે, નવી ભરતી પ્રક્રિયા નક્કી કરવામાં આવે જેની અંદર જે કંઈ વિસંગતતાઓ છે તે દુર કરવામાં આવે, છઠ્ઠા અને સાતમા પગાર પંચ છે તે પગારના લાભો તેમા પણ વિસંગતતાઓ દુર કરવામાં આવે અને નવી શિક્ષણ નિતીની અંદર શિક્ષક મિત્રોને જે પ્રશ્નો છે તેનું નિકારકણ લાવી પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે, સીસીસીની અંદર જ્યારથી સીસીસી પાસ કરવામાં આવે ત્યારથી ઉચ્ચરત્તર ધોરણ પગાર આપવામાં આવે છે જેની જગ્યાએ મુળ તારીખે પગાર ધોરણ આપવામાં આવે, એમ વિવિધ મુદ્દાઓ, માંગણી તેમજ પ્રશ્નોના અનુસંધાને આજરોજ દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.