ઝાલોદ તાલુકાના ધોલાખાખરા ખાતે પ્રાથમિક શાળાનાં “૭૦માં” શાળા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે શીતલકુમારી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
ગગન સોની લીમડી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધોલાખાખરા ખાતે પ્રાથમિક શાળાનાં “૭૦માં” શાળા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે શીતલકુમારી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
શાળાની સ્થાપના દિન ની ઉજવણી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા એ શાળા ના બાળકો પાસે કેક કપાવીને કરવામાં આવી.
શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળા ની જગ્યા પણ જેમને દાન કરી એવા ડામોર દાદી નું પણ સન્માન જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ સાલ ઓઢાડી કર્યું. સાથે આ શાળા ના ઉજવણી પ્રસંગે શાળા ના બાળકો દ્વારા પરંપરાગત સ્વાગત ગીત, આદિવાસી સંસ્કૃતિ ની ઝાંખી દર્શાવતું નૃત્ય, દેશભક્તિ નૃત્ય, આદિવાસી નૃત્ય માં વિવિધ પિરામિડ બનાવી શાળાના બાળકોને પોતાની કૃતિઓ રજૂ કરી ગ્રામજનો તથા આવેલા મહેમાનોને સ્વાગત કરવામાં આયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી દ્વારા બાળકો ને જીવનમાં ભણતર નું મહત્વ સમજાવ્યું અને મહેનત કરી આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું. આ શાળા ના સ્થાપના પ્રસંગે ગામના સરપંચશ્રી જે.ટી.ભાઈ,તાલુકા સભ્ય રોહિતભાઈ નીસરતા,દિલીપભાઈ નીસરતા,સુરેશભાઈ ડામોર,શાળાના આચાર્યશ્રી વણકર સાહેબ,શાળાના શિક્ષકો,શાળા ના વિદ્યાર્થીઓ,ગ્રામજનો,વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.