ઝાલોદ નગરમાં ટ્રાફિક સમસ્યાને લઈ પોલિસ દ્વારા રીક્ષાઓને હઠાવાતા રીક્ષા ચાલકોમાં આક્રોશ.
પંકજ પંડિત ઝાલોદ
રીક્ષા ચાલકો દ્વારા પોતાની રીક્ષાઓ લઇ નગરપાલિકા ખાતે જઇ કાયમી સ્ટેન્ડ માટે માંગણી કરાઈ
ઝાલોદ પોલીસ છેલ્લા કેટલાક સમયથી નગરમાં ટ્રાફિક નિયમન હેઠળ નગરમાં સુંદર કામગીરી કરી રહી છે અને કાયદો વ્યવસ્થા જાળવી નગરમાં થતી ટ્રાફિકને લઈ સર્જાતી સમસ્યા માટે નિરંતર કામગીરી કરી રહી છે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન થતી નિયમિત કામગીરીને નગરમાં અમુક વર્ગ વધાવી રહ્યો છે તો બીજી બાજુ રોજ નું રોજ કમાતા અમુક વર્ગને કમાવવું અઘરું પડી રહ્યું છે.
આજરોજ 02-02-2023 નાં રોજ પોલિસ દ્વારા ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા માટે જ્યાં રીક્ષાઓ ઉભી રહે છે ત્યાંથી રીક્ષાઓ હઠાવવવામા આવી હતી તેને લઈ રીક્ષા ચાલકોમાં નારાજગી દર્શાવી હતી તેથી જ્યાં રીક્ષાઓ ઉભી રહે છે ત્યાંથી રીક્ષાઓને પોલિસ દ્વારા હઠાવવામાં આવતા રીક્ષા સંચાલકો સહુ ભેગા થઈ રીક્ષાઓ લઇ નગરપાલિકામાં પહોંચી ગયા હતા.આખું નગરપાલિકા પરિસર રીક્ષાઓ થી ભરાઈ ગયું હતું ત્યાર બાદ સહુ રીક્ષા સંચાલકો દ્વારા એક રીક્ષા સ્ટેન્ડ માટેની અરજી નગરપાલિકાના અધિકારીને આપવામાં આવી હતી તેના જવાબમાં નગરપાલિકા દ્વારા આ અંગે યોગ્ય રસ્તો કરી આપવાની મૌખિક બાંહેધરી રીક્ષા સંચાલકોને આપવામાં આવી હતી.તેથી સહુ રીક્ષા સંચાલકો નગરપાલિકા માંથી રીક્ષાઓ લઇ જતા રહ્યા હતા.